જાણકારી મુજબ ચિતાલી ગામે ઘોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું મુખ્ય સ્થાન આવેલ છે. ધોડીયા સમુદાયના લોકો ‘ધના’ અને ‘રૂપા’ નામના વ્યક્તિઓને પોતાના પૂર્વજ માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધનાખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાક પડાય છે. આ ધના-રૂપા થાનકે પેઢીઓથી ધોડિયા સમાજના પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરાં બેસાડવાની પરંપરા હતી. પહેલા અહી મોટી સંખ્યમાં લોકો આવી મૃત સ્વજનનું ખતરું સ્થાપિત કરતા હતા. પરંતુ સમયાંતરે અહી લોકો આવતા ઓછા થયા. આ ધના-રૂપાના સ્થાનકના વિકાસનું કામ હાથ ધરાતા આજે ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા.
0 Comments