Hot Posts

6/recent/ticker-posts

ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

   


તા.08/08/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની એડવાન્સમાં શાળાના SMC સભ્યો, શિક્ષક મિત્રો, બાળકો અને વાલીઓ દ્વારા ભવ્ય ઊજવણી કરવામાં આવી.

આજના દિવસે શાળામાં વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જે શાળા શિક્ષકો દ્વારા બાળકોને માત્ર બે જ દિવસમાં કૃતિઓ તૈયાર કરાવી હતી તે બદલ શિક્ષકો મિત્રોનો ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ પટેલ  આભાર વ્યક્ત કરે છે. આજના આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં SMCના અધ્યક્ષ અનિલ પવાર, SMCના સભ્યશ્રીઓ અશોક પટેલ, કૌશિક પટેલ, સ્મિતા પટેલ, અનિષા પટેલ, ફાલ્ગુની પટેલ, હરિલાલ પટેલ,અરવિંદ પટેલ,અનિલ પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ, સભ્યશ્રી ઉમેદભાઈ,મગનભાઈ,સુનિલભાઈ,નયનભાઈ, જયેશભાઇ, અને ગામના મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.




Post a Comment

0 Comments