વીજકરંટ લાગતા એક હાથ અને પગ ગુમાવનાર બાળકની વહારે ધારાસભ્ય.
પરિવારને આર્થિક મદદ મળે એ માટે મામલતદારને સૂચના.
ખેરગામના પોમાપાળમાં રહેતા હેત્વિક રૂપેશભાઈ પટેલને ઉનાળુ વેકેશન દરમ્યાન વીજકરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયો હતો.
હાલ તે ધોરણ -૬ માં શામળા ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં અભ્યાસ કરે છે.
જેણે એક હાથ અને પગ ગુમાવતાં પરિવાર નિ:સહાય થયો હતો. ત્યારે ખેરગામના ડેપ્યુટી સરપંચ જગદીશ પટેલ સહિતના આગેવાનોએ ધારાસભ્ય નરેશ પટેલને રજૂઆત કરતાં તેઓ મદદે આવ્યા હતા.
તેમણે દિવાળી પર્વે આ ગરીબ પરિવારના બાળકને કપડાં અને મીઠાઈ આપી તેના પરિવારને આર્થિક મદદની ખાતરી આપી હતી. ખેરગામના પોમાપાળ વિસ્તારમાં રહેતો ૧૧ વર્ષીય હેત્વિક પટેલ મામાને ત્યાં રહેવા ગયો હતો. દરમિયાન રમતા રમતા આમલીના ઝાડ ઉપર ચઢી ગયો હતો.
એ દરમિયાન આમલી ઉપરથી પસાર થતાં વીજળીના તાર સાથે અઢી જતાં ગંભીર રીતે દાઝી જતા નીચે પટકાયો હતો. આ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે એક હાથ અને પગ કાપવાની નોબત આવી હતી. આ અકસ્માત તારીખ :૦૨-૦૫-૨૦૨૩નાં દિને બન્યો હતો.
આ ઘટનાને પગલે ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. આ બનાવની જાણ થતાં ખેરગામના ડેપ્યુટી સરપંચ જગાદીશ ઉર્ફે જીગ્નેશ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંતભાઈ પટેલ, યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ પટેલ, માજી સરપંચ કાર્તિકભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન, વગેરેએ પરિવારની મુલાકાત લીધી હતી.
અને તેમણે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલને રજૂઆત કરતા તેમણે પરિવારની મુલાકાત લીધી હતી. અને તેમણે પરિવારને કપડાં અને મીઠાઈ આપી હતી. ઉપરાંત મામલતદારને જાણ કરી આ પરિવારને આર્થિક મદદ મળે એ માટે સૂચના આપી હતી.
0 Comments