Hot Posts

6/recent/ticker-posts

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.


ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

તારીખ ૨૫-૧૨-૨૦૨૩ના દિને  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. 


 જેમાં નવસારી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેરગામ પોલિસ સ્ટેશન પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ ખેરગામ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સૌ લાભાર્થીઓનો નરેશભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે શાંતિપાઠ અને ભજન કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ જવાનો, રક્તદાતાઓ અને નેત્ર નિદાન લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.






Post a Comment

0 Comments