Hot Posts

6/recent/ticker-posts

મોટી ઢોલડુંગરી તા.પં.બેઠક ગામોની એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાની ઢોલડુંગરી ચેમ્પિયન.

 

મોટી ઢોલડુંગરી તા.પં.બેઠક ગામોની એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાની ઢોલડુંગરી ચેમ્પિયન.

 ધરમપુરની સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરીમાં તા.પં.સીટમાં આવતા મોટી ઢોલડુંગરી, નાની ઢોલડુંગરી, વિરવલ, મરઘમાળ તથા રાજપુરીતલાટ મોની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન નાની ઢોલડુંગરી ઇલેવન ટીમ તથા રનર્સઅપ મોટી ઢોલડુંગરી SM11 ટીમને ભારત દેશનું બંધારણ, રોકડ ઇનામ અને ટ્રોફી અનુક્રમે ડે. સરપંચ વિલિયમભાઈ તેમજ ગામના માજી સભ્ય હરિભાઈ, પરસોતભાઈ, નથુકાકાના હસ્તે આપી હતી. આ ટુર્નામેન્ટમાં નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત સીટમાં આવતા પાંચ ગામોમાંથી 22 ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ, વિરવલ ગામના સરપંચશ્રી પ્રતીક પટેલ,મરઘમાંળ ગામના સરપંચશ્રી રજની પટેલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ,સભ્યશ્રી ઓ ઉમેદ પટેલ,મહેન્દ્ર પટેલ,મગન પટેલ,સુનિલ પટેલ,જયેશ પટેલ,નયન પટેલ,ગામના માજી સરપંચ શ્રી નવીન પવાર, મોટી સંખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.


Post a Comment

0 Comments