Hot Posts

6/recent/ticker-posts

મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું.

 મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું.

74 ગામોમાં વસવાટ કરતા પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

મરલા (ભાવજી ફળિયા) ગામે ધોડિયા સમાજના વળવી ગરાસિયા કુળનું 25મું (રજત જયંતિ વર્ષ) વાર્ષિક સ્નેહ મિલન સંમેલન કુળના પુત્રવધુ ડૉ. અમીયાબેન અર્પણભાઈ- પ્રમુખ અને ગોલ્ડમેડલ મેળવનાર ધનુબેન નિમલભાઈ- ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયું. 


કુળના મહાનુભાવોનું સ્વાગત શૈલેશભાઈ રણછોડભાઈના ઘરેથી સંમેલનના સ્થળ સુધી વાજતે ગાજતે અને કુળ પરિવારના સભ્યોનું સ્વાગત બાળાઓએ ગીત અને આદિવાસી નૃત્ય દ્વારા સૌને અભિભૂત કરી દીધા હતા.આ સંમેલન વળવી ગરાસિયા કુળના પ્રમુખ બાલુભાઈ નવલાભાઈ, ઉપપ્રમુખ અમ્રતભાઈ નિછાભાઈ ગોપાળભાઈ નારણભાઇ સંમેલન સફળ રીતે યોજાયું હતું.આ સંમેલનમાં વળવી ગરાસિયા કુળના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વ્યક્તિઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતાં. સમગ્ર વળવી ગરાસિયા કુળના 74 ગામોમાં વસવાટ કરતા પરિવારોએ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.


Post a Comment

0 Comments