શ્રી કિરણભાઈ અમ્રતભાઈ પટેલ, સચિવશ્રી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ.
શ્રી કિરણભાઈ અમ્રતભાઈ પટેલ (સચિવશ્રી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ) ખેરગામ તાલુકાના બહેજ ગામના વતની તેમણે પ્રાથમિક શિક્ષણ બામટી પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ ટી. એન્ડ ટી.વી.હાઈસ્કૂલ સુરત અને એસ.વી.આર,એંજીનીયરીંગ કોલેજ સુરત ખાતેથી સીવીલ ઈજનેર તરીકેની ડીગ્રી ૧૯૮૮માં મેળવી. ૧૯૯૧માં વ્યાવસાયિક કારકિર્દીમાં મદદનીશ ઇજનેર તરીકે ગુજરાત સરકારમાં જોડાયા. ત્યારબાદ ૧૯૯૨માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કાર્યપાલક ઈજનેર વર્ગ-૧ તરીકે લેવાયલ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને કાર્યપાલક ઈજનેર તરીકે ૧૯૯૨ થી ૧૯૯૮ સુધી રાજપારડી ભરૂચ ખાતે અને ૧૯૯૮ થી ૨૦૧૨ સુધી અધિક્ષક ઈજનેર, નર્મદા યોજના વર્તુળ ખાતે સેવાઓ બજાવી હતી અને ૨૦૧૩ થી ૨૦૧૫ તેમની ધગશ અને મહેનત તથા કુશળતાથી સતત ઉપલી પદવીઓ મેળવતા રહ્યા અને ૨૦૧૬માં રાજય સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ખાસ સચિવ અને ત્યારબાદ ૨૦૨૨થી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં સચિવશ્રીના સર્વોચ્ચ હોદ્દાનો કાર્યભાર સંભાળી રહેલ છે અને રાજય સરકારના વહીવટી વિભાગના વડા તરીકેનું પદ શોભાવીને સમાજને ગૌરવ અપાવી રહેલ છે.
શ્રી કિરણભાઈ અમ્રતભાઈ પટેલ (સચિવશ્રી) દ્વારા પાઠવેલ સમાજ માટે સંદેશ:-
-સાચી ઈચ્છા શક્તિ. મહેનત, સતત પ્રયત્ન થકી જીવનમાં મહત્વના ગોલ સાચી દિશામાં હાંસલ કરી શકાય છે.
-શિક્ષાણનો કોઈ જ વિકલ્પ નથી.
-ઉપયોગી શિક્ષણ મેળવી સારા નાગરિક બનીએ.
- શકિત મુજબ સમાજ સેવાનું કાર્ય કરીએ.
માહિતી સ્રોત: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ
0 Comments