વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.
તારીખ:૦૭-૦૧-૨૦૨૪ના દિને વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ હતી. આ પૂજાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે સતત ૧૫ વર્ષથી ચાલે છે. જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેનો લાભ ફળિયાના લોકો,મિત્રમંડળ અને સગાંવહાલાં લે છે. ઈશ્વરભાઈ પટેલનાં જણાવ્યા મુજબ શરૂઆતનાં અમુક વર્ષો બાદ કરતાં હાલ મહાપ્રસાદ માટે સીધુ સામાન બરમ દેવની કૃપાથી દાન સ્વરૂપે મળતું રહ્યું છે. ખેરગામના એક કરિયાણાના વેપારી દાતા તરફથી પૂજા માટેની સામગ્રી નામ જાહેર ન કરવાની શરતે અચૂકપણે આપે છે.આ કાર્યક્રમ વેણ ફળિયાના નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી. પટેલની નિગરાનીમા દર વર્ષે નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આ કાર્યક્રમનાં ખર્ચનો પાઈ પાઈનો હિસાબ કાર્યક્રમ પત્યા પછી જાહેરમાં રજૂ કરવામાં આવે છે. વેણ ફળિયાના યુવાનોની એકતા ખેરગામ માટે એક ઉદાહરણરૂપ મિશાલ છે.
0 Comments