ડૉ. ક્રિષ્ના પંકજભાઈ પટેલ પ્રતાપનગર તા.વાંસદા જી.નવસારી
ડૉ. ક્રિષ્ના પંકજભાઈ પટેલ પ્રતાપનગર તા.વાંસદા જી.નવસારી ના રહેવાસી જે છે તેમનું પ્રાથમિક શિક્ષણ ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રા. શાળામાંથી પુર્ણ કર્યું હતું ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો અભ્યાસ માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગરથી પૂર્ણ કરી સરકારી ડેન્ટલ કોલેજ, અમદાવાદથી દંત ચિકિત્સક (BDS)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ સિધ્ધપુર ડેન્ટલ કોલેજ, પાટણ ખાતે ટ્યુટર તરીકે ૩ વર્ષ સેવાઓ આપી. તેઓ ચિંતનકુમાર રમેશભાઈ પટેલ ગામ વાંદરવેલા તા.વાંસદા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને પછી સિદ્ધપુર ખાતેની ડેન્ટલ કોલેજની નોકરી છોડીને ગુજરાત જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી જેમાં તેમના પતિ તરફથી પણ તેમને પ્રોત્સાહન અને સહકાર મળ્યો. તેઓ પ્રથમ ગુજરાત જાહેર સેવા આયોગની રાજય વેરા ઇન્સ્પેકટર તરીકેની સરકારી નોકરી સ્વીકારી થોડો સમય સેવા આપી ત્યારબાદ સખત પરિશ્રમ ચાલુ જ રાખતા સચિવાલય ગાંધીનગર ખાતે નાયબ સેકશન અધિકારી તરીકે પસંદગી પામ્યાં હતાં સાથે સાથે તેઓ ફરીથી સ્ટેટ ટેકસ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામ્યા, ત્યારબાદ પોલીસ ઇન્સપેક્ટર તરીકે પણ પસંદગી પામ્યા અને ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ-૧ અને ૨ની ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હાલ ડેપ્યુટી કલેકટર તરીકેની સેવા તાપી જિલ્લામાં બજાવી રહેલ છે.
0 Comments