Hot Posts

6/recent/ticker-posts

Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ.

 


Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ.

ધોડિયા સમાજના ભાઈઓ ઉચ્ચ શિક્ષણનાં શિખરસર કરે એ આનંદ અને ગૌરવની વાત છે. મહેનત ખંત ઘગશ ને ઇચ્છાશક્તિ હોય તો શું શક્ય નથી ? બધુજ શક્ય છે. 

આજના સમયમાં નવી પેઢી માટે કુ. ક્રિપલ સુરેશભાઈ પટેલ ચોક્કસ પ્રેરણાદાયક છે. (ઘણા વર્ષો બાદસમાજની આ પ્રતિભા ડાયરેકટ કલાસ - 1 ) બી.ઇ એમ. ટેક. (એન્વાયર્મેન્ટ) બાદ જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે આ અદભૂત બેજોડ સિદ્ધિ મેળવનાર આ વિસ્તારમાં ભાઈ ક્રિપલ પ્રથમ છે. આ સાથે (નોકરી એમને શોધતી આવી) હજી તેઓ વધુ આગળ કંઈક કરવાનું વિચારે છે. તા.૨૫-૩-૨૪ના દિને દિશા ધોડિયા સમાજની ટીમે અને વહેવલ ગામના યુવાનો સાથે એમના નિવાસસ્થાને મુલાકાત લીધી ત્યારે વિશેષ આનંદ એ વાત નો થયો કે ખૂબ સાધારણ પરિવારમાંથી આવી સિદ્ધિ કાબિલે તારીફ છે. ખુબ જ શાંત-સરળ-નિખાલસ સ્વભાવનાં ભાઈશ્રી ક્રિપલ અને પરિવારજનો સાથે સમાજની ટીમની શુભેચ્છા મુલાકાત યાદગાર રહી. સમગ્ર યુવાધન માટે અને સમાજને પ્રેરણાદાઈ વ્યકિતત્વનો ફરી સમાજ સંગઠન વતી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ શુભ શુભ કામનાં.

Post courtesy: Mukesh Maheta (Disha)

Post a Comment

0 Comments