Hot Posts

6/recent/ticker-posts

વહિવટી મંજૂરી ન મળવાથી ટ્રાયબલ ટ્રેડ ફેર હાલ પૂરતો મુલતવી રાખેલ છે. જેની જાણ થવા બાબત

 વહિવટી મંજૂરી ન મળવાથી ટ્રાયબલ ટ્રેડ ફેર  હાલ પૂરતો મુલતવી રાખેલ છે. જેની જાણ થવા બાબત

ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા અને નીલમભાઈ  પટેલે સોશ્યલ મીડિયા દ્વારા" ટ્રાઈબલ ટ્રેડ ફેર " વહીવટી  મંજૂરી ન મળતા મુલતવી રાખવા માટે અહેવાલ પ્રગટ કર્યોં છે. જેમાં આયોજક સમિતિની સંયુક્ત બેઠક તા: 7-6 -2024 ના રોજ સાંજે છ વાગ્યે સુરખાઈ સમાજભવન ખાતે મળી હતી. તેમાં મામલતદારશ્રી,ચીખલીની મંજુરી માંગવામાં આવતાં તાજેતરમાં રાજકોટ ખાતે થયેલ આગ દુર્ઘટનાને લીધે મામલતદારશ્રી દ્વારા  ટ્રાઈબલ ટ્રેડ ફેર માટે સરકારી ગાઈડ લાઈન પ્રમાણે વહીવટી મંજુરી આપવામાં આવેલ નથી. જે બાબતે અગાઉના કાર્યક્રમ વિશેના આયોજન બાબતે તેમણે નીચેની બાબતો જણાવી છે.

 (1) તા.૧૫-૧૬-૧૭/૦૬/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવેલ *"ટ્રાઈબલ ટ્રેડ ફેર"* મુલતવી રાખવામાં આવેલ છે. હવે પછી ટ્રાઈબલ ટ્રેડ ફેરની તારીખ નક્કી થયેથી જાણ કરવામાં આવશે. આપ સૌને પડેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.

  (2) બેરોજગારોનું રજીસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવેલ છે. આગામી સમયમાં બેરોજગારો માટે માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે.જેની તારીખ નક્કી થયેથી જાણ કરવામાં આવશે. 

(3) મેગા જોબ ફેર 50 જેટલી કંપનીઓમાં 2,000 થી વધારે ખાલી જગ્યાઓ છે.જેના માટે  નોકરી મેળાનું આયોજન કરવામાં આવશે.

(4) વિવિધ વિષયો ઉપર બુદ્ધિજીવીઓ દ્વારા સેમિનાર નું આયોજન ભવિષ્યમાં કરવામાં આવશે.


આભાર સહ.

ડૉ. પ્રદીપ ગરાસિયા,

પ્રમુખ,

સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય.

 તા.  07-06-2024

 શ્રી નીલમ પટેલ 

 પ્રમુખશ્રી,લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબા,ધરમપુર

Post a Comment

0 Comments