જન્માષ્ટમીના શુભ અવસરે વેલણપુરવાસીઓએ વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાનનો ધોધ વહેડાવ્યો.
તારીખ ૨૬-૦૮-૨૦૨૪નાં દિને વેલણપૂરનાં અગ્રણી અનિલભાઈ પટેલના આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વસરાઈ ધોડિયા સમાજના હોદ્દેદારોને ટેલીફોનીક જાણ કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેમાં વસરાઇની ટીમ વતી મુકેશભાઈ મહેતા, અને વેલણ પુર ગામનાં દિલીપભાઈ પટેલ, અનિલભાઈ, આશાબેન તથા ગામના 30 જેટલાં યુવાનો, વડીલો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણા દરમ્યાન વેલણપુર ગામમાંથી 5,00,000 અંકે રૂપિયા પાંચ લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યેશભાઈ અને મનિષભાઇએ તેમના પિતા સ્વ. રમેશભાઈનાં સ્મરણાર્થે રૂપિયા 51,000 નું દાન જાહેર કર્યું હતું. એનાથી મોટા આનંદની એ વાત હતી કે ઉપસ્થિત સજ્જનો દ્વારા રૂપિયા 11,000 થી લઈ રૂપિયા 1,00,000 સુધીનું દાન આપવાની જાહેરાત કરી હતી. અને તમામે આજીવન સભ્ય બનવાની ઈચ્છા સાથે ખાતરી આપી હતી.
0 Comments