Hot Posts

6/recent/ticker-posts

તાપી જિલ્લા મોગરા (ડોલવણ)નાં શિક્ષિકાએ તેમનો જન્મ દિવસ સમાજને મદદરૂપ થઈ ઉજવ્યો.



તાપી જિલ્લા મોગરા (ડોલવણ)નાં શિક્ષિકાએ તેમનો જન્મ દિવસ સમાજને મદદરૂપ થઈ ઉજવ્યો.

તાપી જિલ્લા મોગરા (ડોલવણ)નાં શિક્ષિકા શ્રીમતી પ્રતિમાબેન બલ્લુભાઈ પટેલે તેમનો જન્મ દિવસ મહુવા તાલુકા વસરાઈ ધોડિયા સમાજ ભવનનાં નિર્માણ માટે 51,000 રૂપિયાનું દાન આપી સમાજને નવી દિશા આપી છે.

 શ્રી બલ્લુભાઈ પટેલ મોગરાથી ફોન આવ્યો કે સાંજે પાંચ વાગ્યા પછી મારા ધરે આવવાનું છે.અમોએ હા પાડી આજે એમના પત્ની પ્રતિમા બેન.પટેલ (રીટા. શિક્ષિકા) એમનો આજે જન્મદિવસ હતો. ચાલો આજે આ સજજન દંપતીને મળીશું એવા ભાવથી ગયા તો ને એમના દિકરા અને પરિવાર અને ગામનાં ઘણાં આગેવાનો હાજર હતા. પછી ખરી સરપ્રાઇઝ તો આપી ભાઈ શ્રી બલ્લુભાઈ એ કહ્યું હું આજે એમના નામના એમ સમાજને કુલ (૫૧,૦૦૦/-) એકાવન હજારનું (દર મહિને પાર્ટ પેમેન્ટ કરીને ', ) દાન આપી રહ્યા છીએ.આનાથી આનંદની પળ સમાજ માટે કઈ હોઈ શકે. હા ખાસ નોંધવા જેવી વાત એ હતી કે જન્મદિને બર્થ ડે કેક ન હતી. અમોએ શુભેચ્છા જરૂર આપી અને આ પ્રસંગને યાદગાર બનાવ્યો વડીલ શ્રી આવા ઉમદા અને ઉચ્ચ વિચારવાળા શ્રી બલ્લુભાઈ માટે શબ્દો ઓછા પડે સંગઠને કાયમ એક વાત નોંધી છે.(સમાજ દિવ્ય છે. સમાજ ભવ્ય છે.) ખરેખર આ વાત આજે ફરી થી સાર્થક થઈ આવા સજ્જન મહાનુભવો થકી જ તો સમાજ દિવ્ય છે. સમાજ ભવ્ય છે. શ્રીમતી પ્રતિમા બેન ને" શતાયુ મઃ "નાં આશિર્વાદ સાથે ઉમદા અને નવી પહેલને સમાજ બિરદાવે છે. સમાજ તરફથી હાર્દિક શુભકામનાં આવનારા સમયમાં આ પહેલ સીમાચિહ્નરૂપ બની રહે એવી અભ્યાર્થના અને ફરીથી સમાજ સંગઠન વતી શુભ શુભ શુભ કામનાં . "દિશા" 

મંત્રીશ્રી, મુકેશભાઈ મહેતા


Post a Comment

0 Comments