Hot Posts

6/recent/ticker-posts

આદિવાસી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખીએ – પરજણ વિધિ અને UCC નો પડકાર

આદિવાસી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખીએ – પરજણ વિધિ અને UCC નો પડકાર

આદિવાસી સંસ્કૃતિ માત્ર એક જીવનશૈલી નથી, તે એક ઓળખ છે, એક પરંપરા છે, જે પેઢીદર પેઢી ચલતી આવી છે. કોકણીયા, વાઘિયા, સાધુ ગરાસિયા પછી હવે મોટા ચૌધરી ગરાસિયા કુળમાં પણ પરજણ વિધિ પોતાની મૂળ આદિવાસી પરંપરા મુજબ કરવામાં આવી છે. આ એક ઉત્સાહજનક ઘટના છે, જે બતાવે છે કે આપણા મૂળ રિવાજો હજી જીવંત છે.

પરજણ વિધિ – એક પરંપરાગત ઓળખ

પરજણ વિધિ  માત્ર એક ધાર્મિકવિધિ નથી, તે એક સમૂહની ઓળખ છે. જયારે આપણી સંસ્કૃતિ વિસર્જિત થવાની ભીતી ઉભી થાય છે, ત્યારે આવા કિસ્સાઓ આપણને ચેતવણી આપે છે કે આપણે જાગી જવું જોઈએ. ધોડિયા સમાજના 250 થી વધુ કુળોમાં પણ આજે આપણી જ સંસ્કૃતિને પતનથી બચાવવા માટે આ પરંપરાને અપનાવવાની હિંમત જોઈએ.


UCC અને આપણી સંસ્કૃતિનું રક્ષણ

આજે સરકારશ્રી સ્પષ્ટ કહી રહી છે કે આદિવાસીઓના રીતરિવાજ અને સંસ્કૃતિ બીજા સમૂહોથી જુદા છે, તેથી સર્વત્ર UCC (યૂનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરતો નથી. જો આપણી  અસલ પરંપરાઓનું પાલન કરીએ, તો  જ આપણે આપણી ઓળખ અને હક્કો જાળવી શકીશું.

UCC થી બચવાનો એકમાત્ર ઉપાય છે – આપણી મૂળ પરંપરાઓને જીવંત રાખવી.

  • આપણી જાતિની વિશિષ્ટ પરંપરાઓ જાણવી અને અપનાવવી.
  • જન્મ, લગ્ન, મરણ વિધિઓ આપણા મૂળ રીતરિવાજો અનુસાર કરવી.
  • આપણા તહેવારો અને દેવી-દેવતાઓનું સાચું જ્ઞાન અને પૂજન કરવું.

આપણી સંસ્કૃતિનો ગૌરવ સાથે સ્વીકાર કરીએ

આજના સમયમાં જ્યારે પ્રાચીન પરંપરાઓ વિસ્મૃતિમાં જતી જોવા મળી રહી છે, ત્યારે આપણી જાતિએ ફરી એકવાર પોતાનું મૂળ ઓળખવું જરૂરી છે. માત્ર હિંદુ અથવા અન્ય મુખ્યધારાના સંસ્કારોથી પ્રભાવિત ન થવું, પણ આપણી આદિવાસી ઓળખ સાથે ગૌરવથી જીવવું એ જ સાચી લડત છે.

જય આદિવાસી!
જય ભૂતમામા!
જય બરામદેવ!
જય ભારત!

#Adivasi #Tribal #CulturalIdentity #SaveOurRoots

Post a Comment

0 Comments