ગીનીશ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર યશ પટેલનો રેકોર્ડ આજે પણ બરકરાર
કોસ ગામના વતની યુવાન યશ પટેલે બાળપણમાં જ વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. વીસ વર્ષના આ યુવાને માત્ર ૯ વર્ષની વયે ગીનીશ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરી ગામને ગૌરવ અપાવ્યું હતું. આજે પણ એમનો વર્લ્ડ રેકોર્ડ કોઈ બ્રેક કરી શક્યું નથી. બાળપણથી જ અંગ કસરતમાં માહિર એવા યશ પટેલે ૨૦૧૧ની સાલમાં એક મિનીટમાં ૬૩ કાર્ટ વ્હીલ કરી બ્રાઝિલનો એક મિનીટમાં ૫૫ કાર્ટ વ્હીલ કરવાનો રેકોર્ડ તોડી આ રેકોર્ડ ભારતને નામે કરાવ્યો હતો. આ રેકોર્ડ મુંબઈ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્થાપિત કર્યો હતો. ત્યાર પછીના દિવસોમાં ઈટાલી જઈ ભાગ લીધો હતો. ત્યાં પણ તેમણે પોતાનો વર્લ્ડ રેકોર્ડ બરકરાર રાખી ભારત દેશની શાન વધારી હતી. ભારતની લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં પણ એમનો રેકોર્ડ નોંધાયેલો છે. ઉપરાંત ટી.વી. કાર્યક્રમ શાબાશ ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં પણ એમને તક સાંપડી હતી. જ્યાં પણ એમનું પ્રદર્શન કાબિલે તારીફ રહ્યું હતું.લેખ સૌજ્ન્ય : ગુજરાતમિત્ર વધુ માહિતી માટે : અહીં ક્લીક કરો.
0 Comments