મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી.
મહુવા તાલુકાના બીડ ગામે રહેતા દિનેશ રમેશ પટેલ (ઘોડિયાં) નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ખેડૂતની અંતિમ યાત્રા તેમના સૌથી પ્રિય એવા બળદગાડામાં નીકળી હતી. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિનેશ પટેલને વર્ષોથી બળદગાડા સાથે અતૂટ પ્રેમ રહ્યો હતો. બળદગાડા મારફતે જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. મંગળવારની રાત્રે તેમનુ નિધન થતા પરિવારજનો અને ગ્રામજનોએ તેમની અંતિમ યાત્રા બળદગાડામાં કાઢવાનું નક્કી કરતા બીડ ગામે અંતિમયાત્રા સદ્દગતના મનપસંદ વાહનમાં નીકળી હતી.
0 Comments