વાંસદાનાં કાટસવેલ મુકામે સંક્લ્પ એજયુકેશન ગૃપની શૈક્ષિણક શિબિર યોજાઈ.
આજરોજ તારીખ: ૦૨-૦૬-૨ ૦૨૪નાં દિને કાટસવેલ ગામે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંકલ્પ એજ્યુકેશન ગ્રુપના તમામ મેમ્બરો, જ્ઞાન કિરણ ધોડિયા સમાજ સુરખાઈનાં પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ, દિશા ફાઉન્ડેન વસરાઈ,વલસાડ પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ,મહાદેવ સિરામિક ચીખલીનાં ભાણાભાઈ સહિત 100થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ઉપસ્થિત સમાજના અગ્રણી આગેવાનો દ્વારા સમાજના નબળા વર્ગોને અભ્યાસમાં પડતી નાણાંકીય બાબતે કેવી રીતે પહોંચી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
જ્ઞાન કિરણ ધોડિયા સમાજ સૂરખાઈનાં પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ પહેલાથી જ આદિવાસી સમાજનાં ગરીબ બાળકોનાં અભ્યાસમાં પડતી નાણાંકીય બાબતે ચિંતિત હતાં જ અને તેમના માટે ક્યાંથી અને કેવી રીતે નાણાંકીય સ્રોત ઊભા કરવા તેના માટે રાત દિવસ પ્રયત્નશીલ રહે છે.
આજે તેઓ સંક્લ્પ એજયુકેશન ગ્રુપની મિટિંગમાં ઉપસ્થિત રહી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે મદદની કેટલી જરૂર છે તેના પર ભાર મૂક્યો હતો. શૈક્ષણીક સહાયની જરૂરિયાત પર પ્રેરણાદાયી વાતો કરી હતી.
આ મિટિંગમાં આયોજનમાં કાટસવેલ ગામના શિક્ષક મિત્રો હેમંતભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોનો સહકાર સાંપડ્યો હતો. જેમાં મંડપ ડેકોરેશન, કૂલરની વ્યવસ્થા ઓમકાર મંડપ એન્ડ લાઈટ ડેકોરેશનનાં માલિક મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. રસોઈ બનાવવાથી લઈને પીરસવાથી સુધી, છેલ્લે સમેટવાની સુધીની જવાબદારી ગામના આગેવાનોએ ઉપાડી હતી.
0 Comments