Hot Posts

6/recent/ticker-posts

'આજીલો' એ એ એવી વનસ્પતિ છે કે જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ચટણી બનાવવા માટે ઘણી જાણીતી છે.

 'આજીલો'



'આજીલો' એ એ એવી વનસ્પતિ છે કે જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ચટણી બનાવવા માટે ઘણી જાણીતી છે.

ચટણીને અહીં 'છુંદો' કહેવાય છે. માત્ર આજીલો અને સાથે મીઠું - મરચું હોય કે પછી કાંદો અને ટામેટું હોય!  એના થકી સ્વાદમાં આદિવાસી ચટાકો ઉમેરાય જાય છે! 'પેજવું' હોય કે 'ગાઠું' હોય સાથે જો આજીલાનો 'છુંદો' હોય તો એ વ્યંજન વિશ્વનું સૌથી વિશિષ્ટ ખાણું બની જાય છે! આ ઉપરાંત કોઈપણ પ્રકારની ભોજન વ્યવસ્થા હોય ત્યારે આજીલાની ચટણી સાથે પીરસવામાં આવે તો કોઈપણ રસોઈ એ ભાવતું ભોજન બની જાય છે.

હવે, એવું થવા જઈ રહ્યું છે કે જંકફૂડના સમયમાં આ અનોખો 'આજીલો' ક્યાંક વિસરાવાને આરે આવીને ઊભો છે ત્યારે પેટમાં ઢાડક આપતી આ વનસ્પતિનું જતન કરવાની આપણી ફરજ બને છે. તેથીજ 'આજીલા' ના રોપાનો ઉછેર કરી પરવડતી કિંમતે આપવાનો સામાજિક-સાંસ્કૃતિક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે…



-કુલીન પટેલ

૯૯૧૩૮૩૦૬૩૭

Post a Comment

0 Comments