Hot Posts

6/recent/ticker-posts

વૃક્ષારોપણ કરો, વડ લગાવો અને પીપળો રોપો : મુકેશ મહેતા વસરાઈ, મહુવા, સુરત

 વૃક્ષારોપણ કરો, વડ લગાવો અને પીપળો રોપો : મુકેશ મહેતા વસરાઈ, મહુવા, સુરત 

વૃક્ષારોપણ કરો, વડ લગાવો અને પીપળો રોપો

ઘર ઘર લીમડો લગાવો એ જ પુરાતન સાંચ આજે બધાએ પ્રદૂષણ ભગાવવું છે પણ પ્રયત્ન કોઈએ કરવો નથી. સરકારી કામ કાગળ પર વધી રહ્યું છે. રીયલમાં વૃક્ષારોપણને ઉછેરનું રીઝલ્ટ દેખાતું નથી. વડ, પીપળો ને લીમડો એ ઘરના ત્રિદેવ ઇશ્વરીય વૃક્ષો છે. પીપળો 100 ટકા, વડ 80 ટકા, ગુલમોર, કોનોકાર્પસ જેવા વિદેશી કે શોભાવાળાં વૃક્ષો વધુ વાવીએ છીએ જ્યારે વાયુમંડળમાં ઠંડક જ નહીં પ્રવેશે તો ગરમી તો વધે જ. 500 મીટરે એક વડ, પીપળો કે લીમડો રોપાય તો ગરમીનો ઇલાજ શક્ય છે. પીપળો તો વૃક્ષોનો રાજા છે. ગીતામાં અશ્વસ્થ વૃક્ષ એમજ નથી કહ્યું. આ ધરા પર પ્રદૂષણને ગરમી વધારવા માટે માણસ જ તો કારણભૂત છે. હવે રોકર્ડબ્રેક ગરમી વધતી જાય છે. પણ હજી આપણે કારગત ઉપાય સોલ્યુશન તરફ ગંભીર નથી. ગાંધીનગર અને ચંદીગઢની પેટર્ને વૃક્ષઉછેર દરેક શહેર કરે એ ખૂબ જ જરૂરી છે. સરકારનું એકલાનું કામ નથી જનભાગીદારીથી કે જનજાગૃતિથી સારું પરિણામ મળે જ. ચાલો પેલ્લા

વરસાદે બધા જ વૃક્ષારોપણ કરીએ. સુરત - મુકેશ બી. મહેતા

Post a Comment

0 Comments