Hot Posts

6/recent/ticker-posts

નાગપંચમીએ નાગ જ મરે છે : મુકેશ મહેતા, ગુજરાતમિત્ર, ચર્ચાપત્ર

 નાગપંચમીએ નાગ જ મરે છે (ગુજરાતમિત્ર ચર્ચાપત્ર ૧૭-૭-૨૦૨૪)



નાગપંચમીએ નાગની પૂજા પ્રકૃતિપૂજક દેશમાં ઝેરી જીવની પૂજા સાથે શ્રદ્ધા ભલે જોડાયેલી હોય, પરંતુ દર નાગપંચમી પછી દેશભરમાં પાંચ હજારથી વધુ સાપોનાં મૃત્યુ થાય છે. જેનાં કારણ નાગપંચમી અગાઉ સાપને દિવસો સુધી ભૂખ્યો-તરસ્યો રાખવામાં આવે છે. પછી આ દિને બહાર કાઢી લોકો આગળ દૂધ પીવડાવાય છે જે વધુ પડતો પીતાં જીરવી શકતો નથી અને મૃત્યુને શરણ થાય છે. ત્યારે આ વિજ્ઞાનયુગની અજ્ઞાન વાસ્તવિકતા દૂર કરવા બિચારા સાપોને કયા મહાદેવજીનું ગળું આશરો આપશે?

બામણિયા - મુકેશ બી. મહેતા

Post a Comment

0 Comments