Hot Posts

6/recent/ticker-posts

વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.


વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.


 વાંસદા તાલુકાની શ્રી સદગુરુ હાઇસ્કૂલ, ભીનાર ખાતે અભ્યાસ કરી જીવનમાં ઉન્નત શિખરો સર કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં અને ગ્રામજનોની ઉપસ્થિતમાં યોજાયો હતો. ૮૭ વર્ષની ઉંમરે ગામના મુરબ્બી વડીલ કલ્યાણભાઈ પટેલ પણ પોતાના વ્યક્તવ્યથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના વિકાસમાં વધુમાં વધુ આર્થિક યોગદાન આપવાની હાકલ કરી પોતે આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ આચાર્ય મોહનભાઈ ટંડેલે જણાવ્યું હતું કે શાળાની તાતી જરૂરિયાત હાલ વિજ્ઞાનપ્રવાહ અને શાળા વિકાસની છે. શાળાના ભૂતપૂર્વ આચાર્ય બાપુભાઈ એન એન. પટેલ પોતાના સેવાકાળમાં અભ્યાસ કરી ગયેલા સફળ વિદ્યાર્થીઓની વાતોને વાગોળી હતી. 


વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થિની દિપ્તીબેને શાળાના ઉત્તરોતર વિકાસમાં વિશેષ યોગદાન અને શાળાની જરૂરિયાતોમાં તાલુકામાંથી સહકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે આવનાર સમયમાં ભીનારની સદગુરુ હાઈસ્કૂલમાંથી ડોક્ટરો, ઇજનેરો તથા કલાસ વન અને કલાસ ટુ ઓફિસરો બની સમાજમાં શાળાનું નામ રોશન કરશે એવી આશા વ્યકત કરી હતી.

શાળા માટે આર્થિક સહાય તથા ફંડમાંથી અનુદાન માટે તત્પરતા દર્શાવી હતી. સુરતના દાતા મયુર તલાટીએ શાળાને ઈ૦ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં બીલીમોરાથી સમાજ સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી જયભાઈ મિસ્ત્રીએ પણ શાળાના વિકાસ માટે જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ગરબા ત્યારબાદ દેશભક્તિ સોંગ થીમ આધારિત નૃત્ય, આદિવાસી નૃત્ય અને ડાંગની સાંસ્કૃતિક ધરોધર તરીકે પ્રખ્યાત પાવરી નૃત્ય રજુ કરાયાં હતાં. 


દરેક કૃતિઓ પર પ્રોત્સાહન રોકડ ઈનામો પ્રાપ્ત થયા હતા.મંચસ્થ મહાનુભાવો, ભૂતપૂર્વ શાળાના આચાર્ય, શિક્ષકો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાલ ઓઢાડીને તથા સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાથીઓમાં ભીનાર ગામના સરપંચ જીતેન્દ્ર પટેલ, પ્રોફેસર વર્ષોબેન પટેલ, વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સેવા બજાવતા ચંપકેશભાઈ પટેલ, પાલગભાણના પ્રાથમિક શિક્ષક દીપક પટેલ તથા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય આરોગ્ય વિભાગના ઓફિસર ડો. અનીલભાઈ, શિક્ષકા ભાવિની પટેલે શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

શાળાના આચાર્ય દિનેશભાઈ જે પટેલે પોતાના સેવાકાળ દરમ્યાન શાળા વિકાસ અને વિજ્ઞાનપ્રવાહની અદ્યતન સુવિધાયુક્ત લેબ સ્માર્ટ કલાસરૂમ ઊભી કરીને આદિવાસી તથા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિજયભાઈ કુરકુટિયા તથા શિક્ષકા મિતલબેન દશોદીએ તથા આભારવિધિ પ્રસંશા પરમારે કરી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ભીનારના સરપંચ, સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંતભાઈ પટેલ, ડો. વિજય પટેલ, ઉનાઈના સરપંચ મનીષભાઈ પટેલ, મયુર પટેલ ( ગોકુળ ડેરી) વગેરેએ પ્રોત્સાહક ઉપસ્થિતિ દાખવી હતી.

Post a Comment

0 Comments