Hot Posts

6/recent/ticker-posts

ધોડિયા સમાજનું "નારી ગૌસ્વ" ડૉ. રીતાબેન પટેલ

 ધોડિયા સમાજનું "નારી ગૌસ્વ" ડૉ. રીતાબેન પટેલ

ડૉ. રીતાબેનનો પરિચય આપતાં પહેલાં તેમના કુટુંબનો પરિચય મેળવીએ જેનાથી સુપરિચિત છીએ છતાં જણાવતાં ગૌરવ થાય છે કે તેઓ સમાજના પ્રથમ તબીબી સેવાના સેવાધારી, પરોપકારી, શિક્ષણપ્રેમી સાથે સંસ્કારી સેવા મૂળ વતન : ટાંકલ, તા. ચીખલી, જી. નવસારીના ડૉ. ગંભીરભાઈ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય એવા સુશિક્ષિત, નીડર, પ્રખર વકતા એવા સ્વ. અરૂણાબેન જેઓ સંગઠન, સહકાર સેવાના કર્યોથી સમાજમાં સુવાસ ફેલાવી ગયા એવા દંપતીના "પુત્રી રત્ન" છે.

ડૉ. રીતાબેનએ તેમનું બાળપણ વલસાડ પાસે આવેલ અતુલ ઈન્ડસ્ટ્રીઝના ઔદ્યોગિક સંકુલમાં વિતાવ્યું. ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ કલ્યાણી સ્કુલમાં લીધું અને ત્યાબાદ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની હોમ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ ચાલુ કર્યો દરમિયાનમાં તેમને દિલ્હીની લેડી હાઉસ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતાં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી અને થોડા સમાય માટે ICMR ના નવજાત શિશુઓમાં કિડની નિષ્ફળ જવાના સંશોધન પ્રોજેક્ટમાં સંશોધન અધિકારી તરીકે કાર્યની શરૂઆત કરી. ત્યારબાદ દિલ્હીની હિન્દુ રાજ હોસ્પિટલમાં એનેસ્થેસિયાના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળતાં આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો, આ દરમિયાન ITBP Indo Tibet Border Police Force) માટે ઇન્ટરવ્યુમાં જવાનું થયું અને ત્યાં પસંદગી થતાં પેરા મીલીટરી કોર્સના કંપની કમાંડર (મેડીકલ) તરીકે દેશ સેવામાં જોડાવાની અમુલ્ય તક સાંપડી.

નાનપણથી જ કુદરતી સૌંદર્યને માણવાની ઈચ્છા અને હિમાલયના શિખરોનું આકર્ષણ તેમને આ દિશામાં દોરી ગઈ. આ માટે ઉત્તર કાશીમાં સ્થિત નેહરૂ ઇન્સ્ટીટટ્યુટ ઓફ માઉન્ટીંગ નામની સંસ્થા હતી ત્યાં સધન તાલીમ મેળવી,

આ જ અરસામાં જાપાનથી છ મહિલા પર્વતારોહકોની ટુકડી હિમાલયના એક અનામી શિખરને સર કરવા ભારત આવી. ભારત તરફથી ભાગ લેનાર મહિલાઓમાં ડૉ. રીતાબેનની મેડીકલ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી. ITBP ના DIG ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે ૨૨૭૭૦ફૂટ ઉચા શિખરને સર કરવાનો  યશ મેળવ્યો. તેમની આ જવાનંત સિધ્ધિ બદલ તેમને તત્કાલીન કેન્દ્રિય મંત્રી શ્રીમતી માર્ગારેટ અલ્વાના હસ્તે Tenzing Norgay National Adventure Award એનાયત કરવામાં આવ્યો.

તેઓને જુલાઈ-૨૦૨૫માં DIG (Medical) તરીકે બઢતી મળતાં તેઓ હાલ ઉત્તર પૂર્વીય ફ્રન્ટીયર ખાતે ફરજ બજાવી રહ્યા છે.

આમ, ડો. રીતાબેન ભારતીય સેનામાં ઉચ્ચ પદવી મેળવનાર સમાજના પ્રથમ 'નારી રત્ન' છે. હવે ધીમે ધીમે જાગૃતિ આવતાં સમાજની દીકરીઓ પણ ડૉ. રીતાબેનના માર્ગે આગળ વધી રહેલ છે. ડૉ. રીતાબેનના પતિ શ્રીમાન શરદકુમાર પણ  Eastern Command HQ of ITBP Force માં  Inspector General નો હોદ્દો ધરાવે છે.

ડૉ. રીતાબેનએ સમાજના ગૌરવને હિમાલયના શિખરો સુધી પહોંચાડી 'નારી શક્તિ'ની અનમોલ સિધ્ધિ હાંસલ કરેલ છે. તેમણે તેમની સિદ્ધિનું શ્રેય તેમના માતા-પિતા, પતિ-પુત્ર અને ભાઈ-ભાભીને સમર્પિત કરેલ છે, જેમના સહયોગ અને પ્રોત્સાહનથી જ તેઓ આ સિધિ હાંસલ કરી શકેલ છે. તેમણે સમાજના યુવાનો અને યુવતીઓને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે આહવાન કરેલ છે.

ડૉ. રીતાબેનએ હાંસલ કરેલ અમૂલ્ય સિધ્ધિઓ માટે સમાજ અને મંડળ વતી તેમને "સેલ્યુટ".

માહિતી સ્રોત: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ 


Post a Comment

0 Comments