Hot Posts

6/recent/ticker-posts

વાપી ખાતે ધોડિયા સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીનો પરીચય મેળો યોજાયો.

 


વાપી ખાતે ધોડિયા સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીનો પરીચય મેળો યોજાયો.

ધોડિયા સમાજના લગ્નોત્સુક યુવક- યુવતીનો પરીચય મેળો શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્યમિક શાળા, કરવડ તા. વાપી ધોડિયા પટેલ સમાજ મૈત્રી જીવનસાથી પસંદગી મેળો (૨૦૨૩-૨૦૨૪) હરીશ પટેલ (હરીશ આર્ટ વાપી )ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આમંત્રિત મહેમાનો હરીશભાઈ (હરીશ આર્ટ) નવિનચંદ્ર નાનુભાઈ પટેલ સુભાષભાઈ (સ્વસ્તિક પ્રિન્ટર્સ) ગોવિંદભાઈ (રોહિણા) દિપકભાઈ નાનુભાઈ પટેલ રતિલાલ (પરીયા) ગણેશભાઈ (પરીયા) બાબુભાઈ (કોચરવા) હરીશભાઈ પટેલ બાલચોંડી દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જીવનસાથી મેળામાં પસંદગી ઉપસ્થિત યુવક- યુવતીઓ અને વાલીઓને શુભેચ્છાઓ આપી હતી.ધોડિયા સમાજના નવ યુવાન વિધવા વિધુર માટે વિશેષ યુવક યુવતી મૈત્રી પરિચય મેળા નું સતત 15 મી વાર આયોજન કરવડ ખાતે આવેલ કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલ ના હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.


 જેમાં ધોડિયા સમાજના યુવક યુવતીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં માં મહારાષ્ટ્ર થી લઈ ને અમદાવાદ ગાંધીનગર સુધી ફેલાયેલા ધોડિયા સમાજના યુવક યુવતીના વાલીઓ પણ હાજરી આપી હતી કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેલા યુવક યુવતી ઓ એ પોતાના પરિચય અને તેમના પ્રિય પાત્ર કેવા હોવા જોઈએ અને તેમને કેવી અપેક્ષા છે તે અંગે પણ મંચ ઉપર થી તેમણે રજુઆત કરી હતી..અહીં પોતાના માટે યુવતી કે યુવક પસંદગી કરવા માટે આવેલા અનેક યુવકો એ જણાવ્યું કે આ પ્રકારના પ્લેટફોર્મ મળવા જોઈએ જેથી ધોડિયા સમાજ માં જે શિક્ષણ અને નોકરી મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેનારા યુવક યુવતીઓ લગ્નની ઉંમર નીકળી જતી હોય છે જોકે આવા સમયે યુવક યુવતી ઓ સમાજ માં શોધવા માટે ખૂબ મુશ્કેલી ઉભી થતી હોય છે આવા સમયે આવા પરિચય મેળા ઓ દ્વારા જ સમાજના યુવક યુવતી ઓ પરિચય માં આવી શકે છે અને લગ્ન માટે પોતાના યોગ્ય પાત્ર મેળવી શકે છે આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ નું અહીં આવેલા યુવક યુવતી ઓ એ જણાવ્યું હતુંઆદિવાસી ઢોડિયા જ્ઞાતિના લગ્ન લાયક યુવક અને યુવતીઓ, વિધવા – યુવતીઓ, વિધવા – વિધુર, ત્યકતા કે છૂટાછેડા વાળા 100 થી વધુ જેટલા યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પોતાના મનગમતા પાત્રોની

પસંદગી માટે.ધોડિયા પટેલ સમાજ મૈત્રી દ્વારા જીવન સાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્ય આશય ધોડિયા પટેલ સમાજ મૈત્રી હેતુ .યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષ પહોંચેલા વયસ્કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવેલ છે અને એકલવાયું જીવન જીવે છે. સમાજના છુટાછેડા, ત્યકતા, વિધવા વિધુર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Credit: sambhav sandesh

Post a Comment

0 Comments