Hot Posts

6/recent/ticker-posts

મહુવાના વસરાઈ ગામે ૧૩મીએ આદિવાસી સાંસ્કૃતિક પરંપરાગત નૃત્ય અને વાનગીનો કાર્યક્રમ યોજાશે.

   

મહુવાના વસરાઈ ગામે ૧૩મીએ આદિવાસી સાંસ્કૃતિક પરંપરાગત નૃત્ય અને વાનગીનો કાર્યક્રમ યોજાશે.

દેશભરનાં ૧૪ રાજ્યોમાંથી પ્રતિનિધિ મંડળ હાજરી આપશે

મહુવા તાલુકાના વસરાઈ સૂચિત ધોડીયા સમાજ ભવન નિર્માણ સ્થળે તા. ૧૩ જાન્યુઆરીના શનિવારે નવ રાજ્યોના રાત્રે આઠ વાગ્યાથી દ્વિતિય રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક પરંપરાગત નૃત્યો રજૂ થશે. સામુદાયિક સ્વાવલંબન અને સંસ્કૃતિનું જતન થીમ પર યોજાઈ રહેલા સંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભરના ૧૪ રાજ્યોમાંથી પ્રતિનિધિ મંડળ આવશે. આ કાર્યક્રમના સ્થળે અસલ પારંપરિક વાનગીઓ અને પારંપરિક વસ્તુઓના સૌથી વધુ સ્ટોલ હશે.

અહીં રજુ થનાર રાષ્ટ્રીય લેવલની કૃતિઓમાં આસામનું બિહુ નૃત્ય, ઝારખંડમાં નગાડા નૃત્ય, લદાખનું અલી આરકો નૃત્ય, મધ્યપ્રદેશનું હોડી નૃત્ય, રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય, મહારાષ્ટ્રનું માલવીનૃત્ય, છત્તસગઢનું ભોજલી નૃત્ય, તેલંગણાનું ઝુકનૃત્ય, ગુજરાતના તૂર રાઠવા, ટીમલી નૃત્યો રજુ થશે. તેમજ દેશભરમાં ૧૨ રાજયોના સાંસ્કૃતિક સંવાદ પ્રતિનિધિત્વ જે તે રાજ્યોની ભાતીગળ શૈલીની વાત રજુ કરશે. અને સાંજે ચારથી આઠ આનંદ મેળાનું આયોજન થયું છે. 

કાર્યક્રમ સંપુર્ણ આયોજન મહુવા તાલુકાઆદિવાસી પંચ થઈ રહ્યું છે. જેમાં વાલોડ, ડોલવણ, વાંસદા તાલુકા આદિવાસી પંચ અને મહુવાના તમામ સરપંચો અને તમામ રાજકીય સહકારી આગેવાનોનો સહકાર સાંપડયો છે. પાંચ વર્ષ પહેલા યોજાયેલા કાર્યક્રમમાંએક લાખથી વધુ માણસો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments