ધોડિયા સમાજના વાળવા કુળ પરિવારનું સ્નેહ સંમેલન કુરિવાજો દૂર કરવા સર્વસંમતિ સધાઈ.
પારડી તાલુકાના રોહીણા ગામમાં આવેલા શ્રીમતી બબીતાબેન ચંપકલાલ વાડવા હોલમાં તાજેતરમાં જ સમસ્ત ધોડિયા સમાજ વાડવા કુલ પરિવારનું ૨૯મું સ્નેહ મિલન યોજાયું હતુ.
અહીં કાર્યક્રમની શરૂઆત આદિવાસી પરંપરા મુજબ પ્રકૃતિની પૂજા કરીને કરવામાં આવી હતી. બાદમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. રોહિણા આશ્રમશાળાની બાળાઓએ સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરી હતી. જે બાદ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં નવસારીથી છેક સુરત અને મુંબઈ સુધીના લોકો જોડાયા હતા. આ અવસરે સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અને શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકવા સર્વસંમતિ સધાઈ હતી.
સમસ્ત ધોડિયા સમાજ વાડવા કુલ પરિવારના પ્રમુખ ચંપકભાઈ વાડવા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક સમાજના લોકો હાજર રહ્યા હતા. સમાજને કુરિવાજોથી મુક્ત કરવા માટે કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. સમાજને કઈ રીતે પ્રતિ લક્ષી બનાવવું અને સમાજમાં હજી શિક્ષણનો વ્યાપ હજી વધારવા કઈ દિશામાં કામ કરવું એ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
0 Comments