Hot Posts

6/recent/ticker-posts

ચીખલીના સૂરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ત્રી દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

 ચીખલીના સૂરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ત્રી દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

સમસ્ત આદિવાસી સમાજ. ગુજરાત રાજ્ય એ રજીસ્ટર સંસ્થા છે જેના મુખ્ય ઉદ્દેશો આદિવાસી હિતોનું રક્ષણ, સંસ્કૃતિનું જતન,કાયદાકીય રક્ષણ અને જન જાગૃતિ છે. તેમના દ્વારા ધોડિયા સમાજ મંડળ સુરખાઇ તા.ચીખલી જિ.નવસારી ખાતે તારીખ 15, 16, 17 જૂનના દિને ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ આદીવાસી ઉદ્યોગ મેળામાં 100 થી વધુ વિવિધ પ્રકારના ઉદ્યોગોના સ્ટોલ,  રોજ રાત્રે આદિવાસી સંસ્કૃતિ કલા સંગીત નૃત્યના વારસાના જતન માટે ભવ્ય કાર્યક્રમ,દિવસે વિવિધ વિષય ઉપર સેમિનાર જેવા કે ઉદ્યોગો, સંસ્કૃતિ, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રની આદિવાસીઓની સમસ્યા પર વિચાર વિમર્શ કરવામાં આવશે.

આદિવાસી સમાજના વિકાસ અને ઉદ્ધાર માટે પ્રમુખશ્રી દ્વારા  સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્યના સભ્ય બનવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જેની વાર્ષિક સભ્ય ફી 51/- રૂપિયા અને આજીવન સભ્ય ફી 1001 રૂપિયા છે. 

સમસ્ત આદિવાસી સમાજ માટે આપવામાં આર્થિક સહાય કે સભ્ય ફીની આદિવાસી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવાનો લક્ષ નક્કી કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં સમસ્ત આદીવાસી સમાજ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ વિસંગતતા અને અમલી કરણ માટે સતત કાર્યવાહી કરવામાં આવેલ.છેલ્લા દસ વર્ષમાં 430 તેજસ્વી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવેલ છે. ચાલુ સાલે 50 જેટલા ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને સહાય કરવાનું આયોજન કરેલ છે. જેનો અંદાજિત ખર્ચ-રૂ.5 લાખ આસપાસ થવાની શક્યતા રહેલી છે. 

Post a Comment

0 Comments