કુમારી આયુષી ગોવિંદભાઈ પટેલ ગામઃ કાકડકુવા, તા.ધરમપુર, જી.વલસાડ
સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય..
હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજયના મહત્વના રાજય વેરા કમિશ્નરની કચેરીમાં મદદનીશ રાજય વેરા કમિશ્નર તરીકે પસંદગી પામ્યાં છે અને નિમણુંક મેળવી છે. કુ. આયુષીના પિતા ગોવિંદભાઈ પટેલ હયાત નથી અને તેમની માતા ઘરકામ કરે છે. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામ કાકડકુવા અને ધરમપુર ખાતે લીધું હતું. માધ્યમિક શિક્ષણ ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ.હાઈસ્કુલ ખાતે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ડી.સી.ઓ. હાઈસ્કુલ પારડી ખાતે લીધું હતું. તેમણે રસાયણશાસ્ત્ર વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી બી કે એમ સાયન્સ કોલેજ, વલસાડ ખાતેથી મેળવી છે. કોલેજના છેલ્લા વર્ષના અભ્યાસ દરમિયાન તેમના પિતાનું અવસાન થતાં આર્થિક સંકડામણને લીધે તેમણે લગભગ દોઢ વર્ષ જેટલો સમય ઘરે જ વિતાવ્યો હતો અને ૨૦૧૯થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂઆત કરી દરમિયાનમાં તેમને સરદાર પટેલ રાજય વહીવટ ભવન (સ્પીપા) દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરતાં તેમણે સ્પીપામાં રહીને તૈયારીઓ શરૂ કરી હતી.દરમિયાનમાં તેમને સૌ પ્રથમ DGVCL માં જુનિયર આસીસ્ટંટ તરીકે, ત્યારબાદ સચિવાલય સંવર્ગમાં નાયબ સેકશન અધિકારી, શિક્ષણ વિભાગમાં અને ત્યારબાદ રાજય વેરા નિરીક્ષક તરીકે પસંદગી પામ્યાં હતાં દરમિયાનમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર વર્ગ-૨ તરીકે પસંદગી પામતાં નાયબ સેકશન અધિકારી ની જગ્યાએથી રાજીનામું આપીને રજીસ્ટાર વર્ગ-૨ (ADR) તરીકે જોડાયા હતાં એ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી અને છેલ્લે મદદનીશ રાજય વેરા કમિશ્નર વર્ગ-૧ તરીકે પસંદગી પામતાં તે જગ્યા ઉપર થયેલ નિમણુકનો સ્વીકાર કરેલ છે. કહેવાય છે કે સખત પરિશ્રમ અને ઉચ્ચ ધ્યેય જેનું લક્ષ્ય હોઈ તેને આસમાન પણ નાનું પડતું હોઈ છે.એવા જ બુલંદ હોંસલા સાથે આયુષીએ પોતાની ઉજવળ કારકિદ'ની કેડીને ધાવા ના દેતા અવિરત દિનરાત મહેનત કરી, આ સિદ્ધિ હાંસલ કરી છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે, આયુષીએ એક પણ જાહેર પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસની કોઈપણ પ્રકારની તાલીમ કે માર્ગદર્શન લીધેલ નથી. આજના સતતને અવિરત હરિફાઈના જમાનામાં પણ આવું સ્વબળે સાહસ કરી GPSC ની પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવાથી ક્યાંય કમ તો નથી જ. આવી તેજસ્વી દીકરી આપણા સમાજ માટે ગૌરવ છે અને આજના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા યુવાધન માટે પ્રેરણારૂપ છે.
0 Comments