દર્પણ મહેશભાઇ પટેલ ગામઃ પાલગભાણ, તા.વાંસદા જી.નવસારી ઉંમર-૧૯ વર્ષ.
હાલ વડોદરા ખાતે એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ તેઓ કરાટે, તાઇકવોન્ડો અને સ્કેટીંગમાં વ્યાવસાયિક રમતવીર છે. ૮ વર્ષની ઉંમરે તેમણે કરાટે શીખવાનું શરૂ કર્યું અને ૨૦૧૩માં તેમણે પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ડીસેમ્બર-૨૦૧૬માં શિતોરિયુ સ્ટાઇલમાં પહેલો બ્લેક બેલ્ટ મેળવ્યો હતો અને જુલાઇ-૨૦૧૭માં પ્રથમ ડીગ્રી મેળવી. તેઓ કરાટેની જુદી જુદી સ્ટાઇલમાં કૌશલ્ય ધરાવે છે અને આજ સુધીમાં લગભગ ૫૦ જેટલી ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે.
તેઓ હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે છેલ્લા બે વર્ષથી વ્યાવસાયિક કરાટે, તાઇકવોન્ડો અને સ્કેટિંગ કોચ તરીકે કામ કરે છે.એટલું જ નહિં તેમણે વિવિધ શાળાઓના પ્રોજેક્ટમાં કામ કરેલું છે તથા ''INDDB"'' & ''BOHP` CLUB"" ખાતે સ્કેટીંગ અને બેડમિન્ટન કોચ તરીકે સેવાઓ આપે છે જયારે તેઓ કેટલીક ઓનલાઇન વેબસાઇટ ઉપર ફ્રીલાન્સીંગ કામગીરી પણ કરે છે.
આ ઉપરાંત તેઓ બુધ્ધિ કસોટીની વિવિધ રમતો અને ક્વીઝમાં કુશળતા ધરાવે છે તથા ધ્યાનની તાલીમના પ્રતાપે આંખે પાટા બાંધીને જોવાની તથા રંગો ઓળખવા, વાંચવી શકવાની વિશેષ ક્ષમતા મેળવેલ છે. તેમને ૨૦૨૨માં યુવા આઇકોન તરીકે એવોર્ડ મળેલ છે.
આમ દર્પણ દ્વારા યોગ્ય તાલીમ અને માર્ગદર્શન તથા તેમની ધગશને કારણે તેઓ બહુમુખી પ્રતિભા તરીકે વિકસાવી શકેલ છે જે સમાજ માટે ગૌરવની બાબત છે.
0 Comments