Hot Posts

6/recent/ticker-posts

અમૃતફળ ગલેલી : બામણિયા (મહુવા) - મુકેશ બી. મહેતા

 અમૃતફળ ગલેલી



તાડ પામ વૃક્ષનું મોસમી ફળ ગલેલીની ઉનાળાની શરૂઆતથી ચોમાસાના પ્રારંભિક સમય સુધી પ્રાપ્ય સિઝન છે. પ્રકૃતિએ આ અર્ધપારદર્શક રસદાર પ્રવાહીથી ભરેલા માંસલ ફળમાં ઉત્કૃષ્ટ શીતળ ગુણધર્મો ઠાંસી ઠાંસીને ભર્યા છે. તેની રચના લીચીના ફળ જેવી, સ્વાદ મીઠો, કોમળ, કુમળા નાળિયેર જેવો હોય છે. ઉનાળામાં શરીર માટે ખનિજો અને શર્કરાનું આદર્શ મિશ્રણ છે. તેમાં 100 ગ્રામ દીઠ 43 ટકા કેલરી || ટકા કાર્બોહાઈડ્રેટસ છે અને કેલ્શિયમ તેમજ ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી સમૃદ્ધ છે. તેમાં ફાઈબર, પ્રોટિન, વિટામીન C,A,E,K અને આયર્નની પણ થોડી માત્રા હોય છે. આ ફળ ઘણું જ સ્વાસ્થ્યવધર્ક છે. ઉનાળામાં આ ફળ કુદરતી ઠંડક આપે છે. તેમાં થોડું સોડિયમ પોટેશિયમ પણ હોય છે. તે મજબૂત એન્ટીઓકિસડન્ટ છે. આ આરોગ્યપ્રદ ફળને તાડની ટાંચથી પાડવું ખૂબ મહેનતભરેલું અને જોખમી કામ છે. આ કામ કરનારને તરવાડિયા કહે છે, જેઓ મળસ્કે ઝાડ પર ચઢીને આ ફળ પાડે છે. આ તાડના ઝાડનો નીરો શિયાળે ખૂબજ આરોગ્યપ્રદ છે. આ નીરામાંથી ગોળ પણ બને છે. નાળિયેરની જેમ આ તાડના ઝાડનું એક એક અંગ કામમાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તાડ ખૂબ જોવા મળે છે તેમ દક્ષિણ ગુજરાતમાં પણ હાલ રસ્તાની બાજુએ આ તાડકેડિયાં (કોચલો સાથેનું ફળ) માંથી લાઈવ ખાવાની મઝા લેવી જ રહી. ગરમીમાં ખૂબ જ આરોગ્યપ્રદ અને મઝાનું ફળ છે.

બામણિયા (મહુવા) - મુકેશ બી. મહેતા (પ્રાથમિક શિક્ષક )

Post a Comment

0 Comments